Students in a hurry to know the result in the university do not come to take the marksheet!|યુનિવર્સિટીમાં પરિણામ જાણવા માટે ઉતાવળ કરતા છાત્રો માર્કશીટ લેવા આવતા નથી!

  • રીઝલ્ટ ઓનલાઇન જોઇ લીધા બાદ સંકુલમાં લેવા માટે ફરકતા જ નથી
  • સંકુલના એક રૂમમાં ટેબલો પર થોકબંધ માર્કશીટો ધુળ ખાતી દેખાઇ

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:42 AM IST

ભુજ. કચ્છ યુનિવર્સિટી દ્વારા કોઇક કારણોસર થોડા મોડા રીઝલ્ટ જાહેર કરાય તો છાત્રો દ્વારા પરીણામ જાણવા માટે ધાંધલ ધમાલ કરાતી હોય છે. ઓનલાઇન પરીણામ જાહેર થઇ ગયા બાદ તેઓ માર્કશીટ લેવા સંકુલમાં ફરકતા જ ન હોવાથી એક રૂમમાં ટેબલો પર થોડબંધ માર્કશીટ ધુળ ખાતી હોવાનું દેખાયું હતું. 

યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીનું રીઝલ્ટ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવે છે, મોટેભાગે વિદ્યાર્થીઓ પોતાના પરિણામ ઓનલાઇન જોઇ લીધા બાદ યુનિવર્સિટીમાં માર્કશીટ લેવા ફરકતા જ ન હોવાનું ધ્યાને આવ્યું છે. યુનિવર્સિટી સત્તવાળાઓ દ્વારા પેપર ચેકિંગ કે પરીણામ જાહેર કરવામાં વિલંબ કરે તો છાત્રો અને સંગઠનો દ્વારા હોબાળો કરવામાં આવે છે. અનેક વખત પરીણામ મોડા આવતા હોવાની  રજૂઆત અગાઉ કરવામાં આવી છે. જો કે, પરીણામ ઓનલાઇન જાહેર થઇ ગયા બાદ યુનિવર્સિટીમાં માર્કશીટ લેવા વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી રૂમ નંબર 108માં ટેબલો પર ઢગલા બંધ માર્કશીટ જોવા મળી હતી.

આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, પ્રથમ વર્ષથી લઇ છેલ્લા વર્ષ સુધી અમુક વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા આવતા નથી, માત્ર ઓનલાઇન પરીણામ જોઇ સંતોષ માની લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા બનતા હોય છે કે, વિદ્યાર્થીઓ બે-બે વર્ષ પછી માર્કશીટની હાર્ડકોપી લેવા માટે આવતા હોય છે. છાત્રો ઓનલાઇન પરીણામ જોયા બાદ કોર્ષ પુર્ણ થઇ જાય ત્યાં સુધી ત્રણ કે ચાર વર્ષની માર્કશીટ લેવા આવતા નથી અને જયારે જરૂર ઉભી થાય ત્યારે તમામ સેમેસ્ટરની માર્કશીટ એકસાથે લેવા માટે આવતા હોય છે. ત્યાં સુધી આ તમામની માર્કશીટ યુનિવર્સિટીમાં ધુળ ખાતી હોય છે.

Source link

Leave a Comment

%d bloggers like this: