sujalam sufalam compain start in bhavnagar district|લોકડાઉન વચ્ચે ભાવનગર જિલ્લામાં 15 કરોડના ખર્ચે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 683 કામો હાથ ધરાયા

  • હાલ 1મેથી 31 મે સુધી આ અભિયાન શરુ રહેશે, તમામ તાલુકાઓમાં કામ શરૂ થયું

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 03:43 PM IST

ભાવનગર. લોકડાઉન વચ્ચે પણ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અને ત્રીજા વર્ષે પણ સુજલામ સુફલામ યોજનાને અમલી બનાવવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં વર્ષ 2018થી શરુ થયેલી સુજલામ સુફલામ યોજનામાં 2020માં પાણીની સમસ્યાના નિવારણ માટે તળાવ-નદીઓ અને ચેકડેમોને ઊંડા કરવા તેમજ સાફસફાઈ કરવાનું કામ  હાથ ધરવામાં આવ્યું જેમાં લોકભાગીદારી થી રૂ.15 કરોડના ખર્ચે 683 જેટલા કામો ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.

ઉદ્યોગપતિઓ પણ સહગાભી બની રહ્યા છે

પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને પાણીનો ખોટો વ્યય ન થાય અને જળસંચયની ક્ષમતામાં વધારો થાય તે જરૂરી છે. જેની જવાબદારી વહીવટીતંત્ર અને લોકોની સામુહિક બને છે. ગત ચોમાસું સારું રહેતા આ વર્ષે હજુ પાણીનો પોકાર ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે અંગે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન-2020 હાથ ધરવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે પણ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં 15 કરોડ કરતા વધુ રકમના ખર્ચે 683 જગ્યાઓ પર તળાવ, નદીઓ અને ચેકડેમોને ઊંડા ઉતારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં હાલ 88 જગ્યાઓ પર સ્થાનિક લોકો અને મશીનરી દ્વારા તળાવો ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. જેસીબી મશીનો દ્વારા તળાવને ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે તેમજ તેમાંથી નીકળતી માટીને ખેડૂતો ટ્રેક્ટર અને ટ્રક દ્વારા પોતાના ખેતરોમાં પુરાણ માટે લઇ જાય છે. લોકડાઉન વચ્ચે અનેક ઉદ્યોગપતિઓ પોતાના વતનમાં હોય અને જેથી વતનનું ઋણ અદા કરવા તેઓ સામેથી જ સરકારમાં 40 ટકા રકમ જમા કરાવી પોતાના વિસ્તારના તળાવો-ચેકડેમો અને નદીઓને ઊંડી ઉતારવાના કામોમાં સહભાગી બની રહ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: