કોરોનાની બીજી લહેર : એક સપ્તાહમાં કોરોનાના 10 લાખ કેસ, દિલ્હી-યુપીમાં રેકોર્ડ તુટયા

– રાજ્યો પીસીઆર ટેસ્ટ વધારે : કેન્દ્ર – 24 કલાકમાં કોરોનાના નવા  1.61 લાખ કેસ,  ઉત્તર પ્રદેશમાં નવા 18 હજાર કેસ, સીએમ કાર્યાલયમાં અનેકને કોરોના, યોગી આઇસોલેટ  – રસીની અછત નહીં પણ પ્લાનિંગની ખામી હાલ મોટી સમસ્યા, 13.10 કરોડ ડોઝ રાજ્યોને આપ્યા : કેન્દ્ર – એક જ દિવસમાં દિલ્હીમાં સૌથી વધુ 13500 કેસ સામે આવતા … Read more

એક નાગરિક તરીકે કોરોનાની લડાઈમાં અમે સાથે છીએ, મારી બંને કોલેજો હું દર્દીઓ માટે આપુ છું!, શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતિ કફોળી બની છે. રાજ્યમાં દિવસેને દિવસે પરિસ્થિતી વિકટ બનતી જાય છે. ત્યારે આ સમયે સ્વાસ્થ્ય કર્મીઓની સાથે સાથે અન્ય કેટલાય લોકો પણ મદદ માટે હાથ લાંબો કરી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો છે. … Read more

ભારતમાં કોરોના ચરમસીમાએ, એક દિવસમાં1.83 લાખ કેસ

વિશ્વમાં સતત ચોથા દિવસે સૌથી વધુ કેસ ધરાવતો દેશ  દેશમાં એક્ટિવ કેસ પ્રથમ વખત11.08 લાખને પાર, કુલ કેસ1.33 કરોડ, મૃત્યુઆંક1.69 લાખ, દિલ્હીમાં રેકોર્ડબ્રેક10 હજાર દૈનિક કેસ નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે પણ … Read more

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : એક દિવસમાં રેકોર્ડબ્રેક 4541 નવા કેસ, 42 લોકોના મોત

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વધારે ઘાતકી અને ભયાનક થઇ રહ્યો છે. અત્યારે રાજ્યના મહાનગરોની હાલત સૌથી વધારે કફોડી છે. ત્યારે આજે પણ કોરોના વાયરસના 4500 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં … Read more

મહારાષ્ટ્રમાં વધુ એક લેટર બોમ્બ : વાઝેએ પત્ર લખી દેશમુખ પર બે કરોડ માંગવાનો આરોપ લગાવ્યો

મુંબઇ, તા. 7 એપ્રિલ 2021, બુધવાર મહારાષ્ટ્રમાં મુંબઇના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્ર બાદ રાજકિય ઉથલ પાથલ થઇ હતી. પરમબીર સિંહના આરોપ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામુ આપ્યું છે. ત્યારબાદ હવે સચિન વાઝેએ એક પત્ર લખ્યો છે અને તેના કારણે પણ રાજકિય ગરમાવો વધ્યો છે. સચિન વાઝેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ તેમને … Read more

નગર નિગમે એક જ ચિતા પર સળગાવ્યા 8 મૃતદેહ, કોરોનાના કારણે થયા હતા મોત

– પ્રશાસને મૃતકોના પરિવારજનોને સામૂહિક ચિતા અંગે કોઈ માહિતી નહોતી આપી નવી દિલ્હી, તા. 7 એપ્રિલ, 2021, બુધવાર મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન કોરોનાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા 8 લોકોના મૃતદેહને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ ઘટના બીડ જિલ્લાના અંબાજોગાઈ ખાતે બની … Read more

અમે કીધું હોત કે બધા હિંદુઓ એક થઈ જાઓ, તો ચૂંટણી પંચની નોટિસ આવી જાતઃ બંગાળમાં PM મોદી

– દીદી તમારો ગુસ્સો, વ્યવહાર અને વાણી જોઈને બાળક પણ ટીએમસી ચૂંટણી હારી ગયું છે તેમ કહી શકે નવી દિલ્હી, તા. 6 એપ્રિલ, 2021, મંગળવાર એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની એક ઘટના વાગોળતા કહ્યું કે, … Read more

દેશમાં એક દિવસમાં કોરોનાના એક લાખ કેસ, મહારાષ્ટ્રમાં ૫૭ હજાર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૪ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં નવા કેસમાં ગતિ આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક પ્રયાસો છતાં કોરોનાના સંક્રમણની ગતિ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે. આવા સંજોગોમાં રવિવારે ફરી એક વખત કોરોનાએ દૈનિક કેસનો નવો વિક્રમ બનાવ્યો છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના એક લાખને પાર થઈ ગયા છે, જે એક … Read more

અર્થ અવરઃ દિલ્હીવાસીઓએ આ વખતે એક કલાકમાં બચાવી સૌથી વધારે વીજળી, જાણો કેટલી

– દર વર્ષે માર્ચ મહિનાનો અંતિમ શનિવાર અર્થ અવર તરીકે ઉજવાય છે નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે 8:30થી 9:30 કલાક સુધી બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ રાખ્યા હતા. સ્વેચ્છાએ અર્થ અવરમાં સામેલ થયેલા દિલ્હીવાસીઓએ 334 મેગાવોટ વીજળી … Read more

મ્યાંમારમાં એક જ દિવસમાં ૧૦૦થીં વધુ પ્રદર્શનકારીઓનાં મોતથી હાહાકાર

યંગૂન, તા. ૨૭મ્યાંમારમાં સૈન્યએ લશ્કર દિવસની ઉજવણી કરી હતી. એ વખતે દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. નાના-મોટાં ૨૪ જેટલાં શહેરોમાં લશ્કર સામે દેખાવો થયા હતા. લશ્કરે નાગરિકો પર  અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેના કારણે એક જ દિવસમાં 100 કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં. મ્યાંમારમાં લશ્કરે વધુ એક વખત બર્બરતા આચરી હતી. નાના-મોટાં ૨૪ શહેરોમાં … Read more