ઉત્તરાખંડઃ ભારે વરસાદના કારણે વધ્યું શારદા બેરેજનું જળસ્તર, UP સહિત 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ

– નૌઘર સ્ટેટ પાસે લેન્ડસ્લાઈડ થતા 2 ગાડીઓ રસ્તા નીચે 100 ફૂટ નીચે વહી ગઈ હતી નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા સહિત અન્ય … Read more

ગાઝિયાબાદ કેસઃ તાવીજના કારણે પત્નીના ગર્ભમાં રહેલા બાળકનું મોત થવાથી વૃદ્ધને માર માર્યો હોવાની કબૂલાત

– પ્રવેશ ગુર્જર ગેરવસૂલીના એક કેસમાં પહેલેથી જ જેલમાં બંધ હોવાથી તેની પુછપરછ જેલમાં જ થઈ  નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર ગાઝિયાબાદના લોની ખાતે વૃદ્ધ અબ્દુલ સમદના વાયરલ વીડિયો મામલે ઉત્તર પ્રદેશ પોલીસના તપાસ અધિકારીએ શુક્રવારે ડાસના જેલમાં બંધ પ્રવેશ ગુર્જરનું નિવેદન નોંધ્યું હતું. પોતાના નિવેદનમાં પ્રવેશે સ્વીકાર્યું હતું કે, તેણે વૃદ્ધ અબ્દુલ … Read more

રિપોર્ટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 40 લાખ કરતા પણ વધારે લોકોના મોત

– સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં વિશ્વના 50 ટકા જેટલા મૃત્યુ નોંધાયા  નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર કોરોના વાયરસના કારણે આજે પણ વિશ્વમાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે પણ અનેક લોકોનો ભોગ લીધો છે અને અમુક દેશોમાં તો ત્રીજી લહેર પણ આવી … Read more

ફુટબોલર રોનાલ્ડોના 'બે શબ્દો'ના કારણે કોકા કોલાને પડ્યો 30 હજાર કરોડનો ફટકો

– રોનાલ્ડોએ ટેબલ પરથી કોકા કોલાની બોટલ હટાવી દીધી હતી અને પાણીની બોટલ ઉઠાવીને ‘ડ્રિંક વોટર’ એમ કહ્યું હતું નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર અત્યાર સુધીમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, એલન મસ્કના એક ટ્વીટના કારણે બિટકોઈનના ભાવ વધી ગયા હોય કે કોઈ કંપનીના શેર ઉંચા આવ્યા હોય. ત્યારે આવી જ … Read more

કોરોનાની રસીની આડઅસરના કારણે દેશમાં એકના મોતની કેન્દ્રની પુષ્ટી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૫ દેશમાં કોરોનાની રસી લીધા પછી એક વ્યક્તિના મોતનો સૌપ્રથમ કેસ નોંધાયો હોવાની સરકારે પુષ્ટી કરી છે. કોરોનાની રસીની આડઅસરોનો અભ્યાસ કરી રહેલી સરકારની સમિતિએ રસીકરણ પછી એનાફિલેક્સિસ (જીવલેણ એલર્જી)ના કારણે મૃત્યુના પહેલા કેસની પુષ્ટી કરી છે. કોરોનાની રસી મૂકાયા પછી પ્રતિકળ અસરોથી મોતના ૩૧ કેસોનું સમિતિએ મૂલ્યાંકન કર્યું છે. રાષ્ટ્રીય એઈએફઆઈ … Read more

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હાલ પેટ્રોલ-ડિઝલનાં ભાવ નહીં ઘટે, આપ્યું આ કારણ

નવી દિલ્હી, 7 જુન 2021 સોમવાર દેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. વધતા ભાવોનાં મારથી જનતા પરેશાન છે. આ બધાની વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યો છે કે ડીઝલ અને પેટ્રોલની … Read more

RBIએ ઓટોમેટિક પેમેન્ટ સુવિધામાં કર્યો ફેરફાર, બેંક હોલિડેના કારણે લેટ નહીં થાય સેલેરી કે EMI

– લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે NACHને આખું વર્ષ સપ્તાહના સાતેય દિવસ ચલાવવાની જાહેરાત કરી નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર શું તમારા સાથે કદી એવું બન્યું છે કે, સેલેરી ક્રેડિટ થવાની હોય તે જ દિવસે બેંક હોલિડે હોવાથી સેલેરી મોડી આવે, કે પછી એવું બન્યું છે કે તમે લોનના ઈએમઆઈ માટે ઓટોમેટિક … Read more

કોરોનાના કારણે બે વર્ષમાં 20 કરોડ લોકો બેરોજગાર થશે

આગામી વર્ષોમાં વિશ્વભરમાં બેરોજગારી હાહાકાર મચાવશે : સંયુક્ત રાષ્ટ્ર રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં કથળ્યો: ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં 2020-21નાં વર્ષમાં 30 કરોડ લોકો માટે રોજગારીની તકો સર્જાવાની શક્યતા હતી સંયુક્ત રાષ્ટ્રસંઘ : સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી … Read more

ભાજપ સરકારના અન્યાયી કાયદાઓના કારણે દેશ પર કોરોનાની આપત્તિ આવીઃ સપા સાંસદ

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર કોરોનાને લઈને સમાજવાદી પાર્ટીના એક સાંસદે આપેલુ નિવેદન આજકાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યુ છે. મુરાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ ડોકટર એસ ટી હસનનુ કહેવુ છે કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપે દેશને અન્યાય કર્યો છે અને તેના કારણે જ છેલ્લા 10 દિવસમાં બે મોટા વાવાઝોડા આવ્યા છે તથા કોરોનાની મહામારી … Read more

મમતાના માનીતા પૂર્વ મુખ્ય સચિવ બંદોપાધ્યાયને કેન્દ્રની કારણ બતાવો નોટિસ

યાસ વાવાઝોડા અંગેની બેઠકથી શરૂ થયેલો કેન્દ્ર-મમતાનો વિવાદ વકર્યો ‘જો ડર ગયા વોહ મર ગયા…’ : મમતાએ ફિલ્મ શોલેનો ડાયલોગ ટાંકી મોદી-શાહની ટીકા કરી મમતાએ યાસ વાવાઝોડા બાદ જાહેર સેવાને બાજુમાં મુકી પોતાના ઘમંડ સાથે કામ કર્યું : રાજ્યપાલ નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેનો વિવાદ વધતો જાય છે. … Read more