કોરોના મુદ્દે જિલ્લાધિકારીઓને PMનો મેસેજ- કાળાબજારી રોકો, ગામોમાં જાગૃતિ વધારો

– ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ મહામારી હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના 46 પ્રભાવિત જિલ્લાઓના ડીએમ સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સ્થાનિક સ્થિતિ, ડીએમના … Read more

જે કમિટીએ માર્ચમાં સરકારને કોરોના અંગે ચેતવેલી તેના પ્રમુખે છોડ્યું પદ, કેન્દ્ર પર વરસ્યા ઓવૈસી

– આજે આપણે મોદીની વૈજ્ઞાનિક સમજણની કિંમત ચુકવી રહ્યા છીએઃ ઓવૈસી નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. કોરોનાના વિવિધ સ્વરૂપોની ઓળખ મેળવવા માટે કેન્દ્ર સરકારે જે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની રચના કરી હતી તેના અધ્યક્ષ, સીનિયર વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે પોતાના પદ પરથી … Read more

કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર

– રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં … Read more

રવિવારથી રાજ્યમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો પ્રારંભ થશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ

– રાજ્યમાં માર્ચ મહિનામાં 45 હજારથી વધીને 1 લાખ કરતા વધારે થઇ અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના કેસ અને મોતનો આંક ઘટ્યો છે. જો કે મહાનગરોમાં જેમ સ્થિતિ સુધરી છે તેમ ગામડાઓમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ બધા વચ્ચે આજે … Read more

કોરોના અદ્રશ્ય દુશ્મન, દેશના લોકોનુ દુઃખ-દર્દ હું અનુભવી શકું છું: પીએમ મોદી

નવી દિલ્હી,તા.14.મે,2021 દેશમાં હાહાકાર મચાવનાર કોરોના સંક્રમણ અંગે પીએમ મોદીએ આજે પોતાની લાગણી દેશવાસીઓ સમક્ષ વ્યક્ત કરી હતી. આજે પીએમ મોદીએ દેશના ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 19000 કરોડ રુપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરી હતી.આ પ્રસંગે પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને સંબોધન કર્યુ હતુ અને સાથે સાથે કોરોના સામે લડવા માટે લોકોને હિંમત રાખવાનો સંદેશ પણ આપ્યો … Read more

કોરોના વેક્સિનઃ સ્પુતનિકનો એક ડોઝ આશરે 1,000 રૂપિયાનો, મળી ગયા જરૂરી ક્લિયરન્સ

– જ્યારે આ વેક્સિન ભારતમાં બનવા લાગશે ત્યારે તેની કિંમતો ઘટી શકે છે નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર રશિયન સ્પુતનિક કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ ભારતમાં આશરે 1,000 રૂપિયામાં મળશે. ભારતમાં સ્પુતનિકની આયાત કરનારી કંપની ડૉ. રેડ્ડીજ લેબોરેટરીએ આ માહિતી આપી હતી. કંપનીએ આ વેક્સિનને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (CDL)ની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું … Read more

અમેરિકામાં કોરોના વેક્સિન લઈ ચુકેલા લોકો માસ્ક વગર જ નીકળી શકશે બહાર

– જે વિસ્તારમાં હાલ વેક્સિનેશન ચાલુ છે અથવા તો સરકારે જ્યાં હજુ પ્રતિબંધ મુકેલો છે ત્યાં આ નિયમ લાગુ નહીં થાય નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ … Read more

UP: કોરોના સંકટ વચ્ચે ઉન્નાવમાં 16 સરકારી ડૉક્ટર્સે આપ્યું સામૂહિક રાજીનામુ

– જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ખોટી રીતે વાત કરતા હોવાનો આરોપ નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 16 સરકારી ડોક્ટર્સે સામૂહિક રાજીનામુ ધરી દીધું છે. રાજીનામુ આપનારા ડોક્ટર્સ અલગ-અલગ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (પીએચસી)ના પ્રભારી છે. તેમણે જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના … Read more

કોરોના મુદ્દે સીધો DM સાથે સંવાદ કરશે PM મોદી, 10 રાજ્યોના 54 જિલ્લાધિકારીઓ સાથે કરશે ચર્ચા

– બેઠકમાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા થશે અને વેક્સિનેશનને પ્રોત્સાહિત કરવા ચર્ચા થશે નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર દેશમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદી આગામી 20 મેના રોજ એક મહત્વની બેઠકમાં સામેલ થશે. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન કોરોનાથી વધારે પ્રભાવિત હોય તેવા જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે ચર્ચા કરશે. એવું પહેલી … Read more

કોરોના સંકટ મુદ્દે PM મોદીએ યોજી હાઈલેવલ મીટિંગ, બ્લેક ફંગસનો સામનો કરવા અંગે પણ ચર્ચા

– વડાપ્રધાને ફાર્મા સેક્ટર અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે તેમ જણાવ્યું નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વ્યાપેલા કોરોના સંકટને લઈને બુધવારે એક હાઈલેવલની મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં ઓક્સિજન સપ્લાય અને દવાઓની ઉપલબ્ધતાનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. કોરોનાથી સાજા થયા બાદ … Read more