ગુજરાતમાં કોરોનાનાં 31 નવા કેસ, 49 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 26 જુલાઇ 2021 સોમવાર કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આજે રાજ્યમાં માત્ર 31 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 49 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જો કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. જ્યારે કુલ મૃત્યુંઆંક 10,076 … Read more

દેશનાં આ બે રાજ્યો વચ્ચેનો સરહદ વિવાદ વકર્યો, બોર્ડર પર પથ્થરમારો અને ફાયરિંગ થયું

નવી દિલ્હી, 26 જુલાઇ 2021 સોમવાર અસમ-મિઝોરમ બોર્ડર પર હિંસા ફાટી નીકળવાના સમાચાર છે. આસામ પોલીસે માહિતી આપી છે કે મિઝોરમના કેટલાક તોફાની તત્વોએ બંને રાજ્યોની સરહદ પર પથ્થરમારો અને ફાયરિંગ કર્યું છે. આ બાબતે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ એકબીજા પર આરોપ લગાવતા ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તક્ષેપની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમિત … Read more

કર્ણાટકઃ યેદિયુરપ્પાનું CM પદેથી રાજીનામુ, ભાવુક થઈને કહ્યું- હું હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું

– સોમવારે કર્ણાટકમાં ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત હલચલ તેજ બની છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. આજે જ કર્ણાટકમાં ભાજપની સરકારને 2 વર્ષ પૂરા થયા છે અને તેવા સમયે રાજીનામુ આપવામાં આવતા … Read more

બારબરાના ઘરેથી કઈ રીતે થયું હતું અપહરણ? મેહુલ ચોક્સીએ ખોલ્યા તમામ રહસ્યો

– બારબરાના ઘરમાં ઘૂસી આવેલા 7-8 લોકોએ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર લાંબા સમયથી પંજાબ નેશનલ બેંક સ્કેમ કેસમાં આરોપી મેહુલ ચોક્સીને ભારત પાછો લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મેહુલ ચોક્સી હાલ કેરેબિયન દેશ એન્ટીગા ખાતે છે અને તેણે એન્ટીગાથી ડોમિનિકા લઈ જવાની વાત અંગે ખુલાસો કર્યો છે.  મેહુલ … Read more

ગુજરાતમાં આજે 30 કેસ નોંધાયા, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 25 જુલાઇ 2021 રવિવાર  રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 42 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે સતત કેટલાક દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10076 થયો છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા … Read more

ગુજરાતમાં કોરોનાના 39 નવા કેસ, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 24 જુલાઇ 2021 શનિવાર રાજ્યમાં કોરોનાના કેસમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. આજે 42 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, રાજ્યમાં કુલ 342 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 337 લોકો સ્ટેબલ છે. 8,14,265 … Read more

1.5 વર્ષ, 100 પોર્ન મૂવીઝ, કરોડોની કમાણી, જાણો રાજ કુંદ્રા કેસમાં કયા કયા ખુલાસા થયા

– કુંદ્રા પોતાના પર લાગેલા આરોપો નકારી રહ્યો છે અને મોટા ભાગના સવાલોનો જવાબ જ નથી આપતો – વિયાન ઓફિસ ખાતેથી ટૈરાબાઈટમાં સમાય એટલો ડેટા મળી આવ્યો અને બીજા ડિલીટ થયેલા ડેટાને રિકવર કરવાની પ્રોસેસ ચાલુ નવી દિલ્હી, તા. 23 જુલાઈ, 2021, શુક્રવાર બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા … Read more

ગુજરાતમાં આજે 34 નવા કેસ, એક પણ મોત નહીં, 53 દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, 22 જુલાઇ 2021 ગુરૂવાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કોરોનાનાં કેસથી લોકો રાહત અનુભવી રહ્યા હતાં પરંતું હવે ફરી કેસમાં વૃધ્ધી થતી જોવા મળે છે. જેમ કે રાજ્યમાં આજે કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, દરમિયાન 53 દર્દીઓને રજા આપવામાં આવી છે. … Read more

ગુજરાતમાં આજે કોરોનાનાં 29 કેસ નોંધાયા, 61 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.73%

ગાંધીનગર, 20 જુલાઇ 2021 મંગળવાર કોરોના રોગચાળામાં ઓટ આવી રહેલી જોવા મળી રહી છે, આજે કોરોના વાયરસનાં માત્ર 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જ્યારે 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આંનદનાં સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.  રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે. જ્યારે 05 … Read more

દેશમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં થયા મોત, સરકારનાં દાવા કરતા 10 ગણો વધારે: સ્ટડી

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર ભારતમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે, તેનાથી વધું મોત થયા હોવાનું બહાર આવ્યું છે, અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં સરકારી આંકડાથી 10 ગણા વધુ એટલે કે 47 લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.    … Read more