કેરળને સુપ્રીમ કોર્ટની રાહત, બકરીઈદની ઉજવણીમાં હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નહીં

– અરજીકર્તાના કહેવા પ્રમાણે કેરળમાં દરરોજ કોરોનાના 10,000 કેસ નોંધાઈ રહ્યા છે તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે રમત નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર સુપ્રીમ કોર્ટે કેરળને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં બકરીઈદની ઉજવણીને લઈ હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. સાથે જ કોઈ પણ પ્રકારનો આદેશ પણ નથી આપ્યો. … Read more

વિપક્ષ નેતાઓ ધારદાર સવાલો પુછો પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપોઃ PM

– કોરોના સંકટ, વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ સહિત અન્ય કેટલાય મુદ્દે સંસદમાં ચર્ચા માટે વિપક્ષે નોટિસ આપી નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર આજે સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના લોકો આકરાથી આકરા સવાલો પુછે … Read more

પેટ્રોલની કિંમતમાં ભડકો, 17 રાજ્યોમાં પ્રતિ લિટર ભાવ 100 રૂપિયાથી વધુ

નવી દિલ્હી, 10 જુલાઇ 2021 શનિવાર એક દિવસની રાહત બાદ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 30 થી 39 પૈસા અને ડીઝલના ભાવમાં 24 થી 32 પૈસાનો વધારો થયો છે. આ જ પ્રકારે, મુંબઇમાં પેટ્રોલ 106.93 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. … Read more

ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની સમસ્યા, ઈજાગ્રસ્ત ગિલ ભારત પરત ફરશે, રિપ્લેસમેન્ટ તરીકે નામ નક્કી નથી

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021 ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ હવે તેને ભારત પરત ફરવાનો આદેશ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં સત્તાવાર રીતે તો હજી સુધી બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે કોઈ ખુલાસો નથી કર્યો પણ એવુ મનાય છે કે, ગિલને ઈજામાંથી બહાર આવતા સમય લાગશે. ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ … Read more

કોરોના સંક્રમણમાંથી સાજા થનારાઓ માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતોઃ ICMR

– જો સરકાર આ સલાહ પર ધ્યાન આપે તો વેક્સિનની તંગી વચ્ચે વેક્સિનેશનને ઝડપી બનાવી શકાય નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે કોરોના વેક્સિનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. સંક્રમણના કારણે આ લોકોમાં એન્ટીબોડી વિકસિત થાય છે જેને કોવિશીલ્ડ વેક્સિનનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. … Read more

લોકડાઉનમાં ઢીલ બાદ હવે ભારતીયો જઈ શકશે સ્વિત્ઝરલેન્ડ, પરંતુ માનવી પડશે આ શરત

– જે ભારતીયોએ કોવિશીલ્ડના બંને ડોઝ લીધા છે તેઓ પણ સ્વિત્ઝરલેન્ડ જઈ શકશે નવી દિલ્હી, તા. 30 જૂન, 2021, બુધવાર સ્વિત્ઝરલેન્ડે 26મી જૂનથી કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ કારણે હવે અન્ય દેશોના લોકોને ફરીથી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશ મળી શકશે. સ્વિસ સરકારના નિવેદન પ્રમાણે કેટલીક શરતો સાથે ‘હાઈ રિસ્ક’ ધરાવતા દેશો જેમ કે ભારતના … Read more

માલ્યા, નીરવ મોદી, ચોક્સી પાસેથી વસૂલવામાં આવ્યા 8.5 હજાર કરોડ રૂપિયા, EDએ બેંકોને પરત કર્યા પૈસા

– ત્રણેયે પોતાની કંપનીઓ દ્વારા બેંકો સાથે ઠગાઈ કરી હતી અને તેનાથી બેંકોને 22,586.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીએ દેશની વિવિધ બેંકોના પૈસા લઈને ફરાર થયેલા ભાગેડુ કારોબારીઓ અંગે મહત્વની જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત … Read more

મેહુલ ચોક્સીને જેલમાં શિફ્ટ કરવા આદેશ, પરંતુ સારવાર થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેશે

– મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડે કોઈ પણ પ્રકારના કિડનેપિંગની થિઅરી નકારી દીધી હતી નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. જોકે મેહુલ ચોક્સી હજુ પણ હોસ્પિટલમાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. ડોમિનિકાની એક કોર્ટે ગુરૂવારે આવો … Read more

2014 થી લઇને 2021 સુધીમાં પેટ્રોલ 30 રુપિયા અને ડીઝલ 36 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

નવી દિલ્હી, તા. 11 જૂન 2021, શુક્રવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોથી લઇને વિપક્ષી પાર્ટીઓ સરકારનો વિરોધ કરી રહી છે. દર વર્ષે પેટ્રોલ ડીઝલ મોંઘુ થઇ રહ્યું છે. છેલ્લા સાત વર્ષની વાત કરીએ તો  દરમિયાન પેટ્રોલ અને ડિઝલમાં અનુક્રમે 30 અને 36 રુપિયાનો વધારો થયો છે. … Read more

ગુજરાતનાં સમુદ્ર કિનારે ત્રાટક્યું વિનાશક ચક્રવાત "તૌકતે", 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર વિનાશક વાવાઝોડું “તૌકતે” આખરે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારાનાં વિસ્તારોમાં 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં મુશળધાર વરસાદ થયો છે. “તૌકતે” વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 18 જિલ્લામાંથી 2 લાખ નાગરિકોને તોફાનને … Read more