એન્ટી કોરોના રસી પાછળ ખર્ચાયા 9725 કરોડ રૂપિયા: મોદી સરકાર

નવી દિલ્હી, 23 જુલાઇ 2021 શુક્રવાર કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન પવારે જણાવ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આપણી પાસે એન્ટી કોવિડ -19 રસીના 135 કરોડ ડોઝની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, જોકે, રસીકરણ ઝુંબેશ ક્યારે પૂર્ણ થશે તે અંગે અમે હજી અનુમાન કરી શકતા નથી. તેમ છતાં, અમને આશા છે કે ડિસેમ્બર સુધીમાં, દેશમાં 18 વર્ષ … Read more

મોદી સરકારના મંત્રી મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોને કહ્યા મવાલી, ટિકૈતે આપ્યા આવો જવાબ

નવી દિલ્હી, 22 જુલાઇ 2021 ગુરૂવાર તાજેતરમાં જ મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવેલી મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત નથી. લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીએ થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા, નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીએ એમ પણ કહ્યું છે કે … Read more

લ્યો બોલો! મોદી સરકારે કહ્યું, બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી કોઈ મર્યું નથી

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ હવે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનનાં અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. … Read more

પુત્ર મોદી સરકારમાં મંત્રી બન્યો પણ માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે

નવી દિલ્હી,તા.18 જુલાઈ 2021,રવિવાર દેશમાં રાજકારણીઓના અને ખાસ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠાઠ માઠ રાજા મહારાજાઓ જેવા હોય છે. રાજકારણીઓના વીઆઈપી કલ્ચર વચ્ચે એક કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનેલા એલ મુરૂગનના માતા પિતા આજે પણ આકરા તાપમાં ખેતરમાં મજૂરી કરતા દેખાય છે. તાજેતરના કેબિનેટ વિસ્તરણમાં મુરૂગનને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે … Read more

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, કોરોના સામેની લડાઇ અને ઇમર્જન્સી હેલ્થ રિસ્પોન્સ માટે રૂ. 23100નું પેકેજ

નવી દિલ્હી, 8 જુલાઇ 2021 ગુરૂવાર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલી વાર ગુરુવારે સાંજે કેબિનેટ બ્રીફિંગ થઈ. આ દરમિયાન માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ પ્રેસને કેબિનેટના નિર્ણયો વિશે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડુત મંડીઓને મજબૂત બનાવવામાં આવશે. આ માટે એક લાખ કરોડ … Read more

દિલ મુશ્કેલીમાં છે… દીકરાને મોદી કેબિનેટમાં મંત્રી પદ ન મળતાં છલકાયું સંજય નિષાદનું દર્દ

– ભાજપ સાથેના ગઠબંધનને લઈ વિચારવા મજબૂર થશે તેવી સંજય નિષાદની ચીમકી નવી દિલ્હી, તા. 08 જુલાઈ, 2021, ગુરૂવાર મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. અપના દલ (એસ)ના અનુપ્રિયા પટેલ પણ મંત્રી બન્યા છે પરંતુ નિષાદ પાર્ટીના હાથમાં કશું … Read more

મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટમાં કોને મળશે સ્થાન? આ નામો પર ચાલી રહી છે ચર્ચા

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર કેન્દ્રિય કેબિનેટમાં બદલાવ લાવવા માટે ભાજપમાં કવાયત ચાલી રહી છે. મોટાભાગના નામોને મંજૂરી આપી દેવાઈ છે. સોમવારે પીએમ મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠનના મહામંત્રી બી એલ સંતોષ સાથે બેઠક યોજી હતી. રિપોર્ટ પ્રમાણે કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણને અંતિમ ઓપ અપાયો છે. જો ફેરબદલ થશે તો … Read more

મોદી કેબિનેટનું વિસ્તરણ અને ખાતાની ફેરબદલી: જાણો ક્યારે યોજાશે શપશવિધિ, કોણ બનશે પ્રધાન?

નવી દિલ્હી, 5 જુલાઇ 2021 સોમવાર મોદી કેબિનેટનું આ વિસ્તરણ અને ખાતાની ફેરબદલ થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે કેબિનેટ વિસ્તરણ ક્યારે થશે તે અંગે રાષ્ટ્રપતિ ભવનનાં સૂત્રો મૌન છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આ અઠવાડિયાના કોઈપણ દિવસની ઘોષણા થઈ શકે છે. સરકારના કેટલાક સ્ત્રોતો વિસ્તરની તારીખ 7 … Read more

રાફેલ ડીલ મુદ્દે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટિની તપાસ માટે મોદી કેમ તૈયાર નથી? રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.4 જુલાઈ 2021,રવિવાર રાફેલ લડાકુ વિમાનોની ડીલમાં કથિત ભ્રષ્ટાચારના મામલે ફ્રાન્સની કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ ડીલને લઈને ફરી એક વખત પીએમ મોદી પર હુમલા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની તપાસ માટે પીએમ મોદી કેમ તૈયાર નથી થઈ રહ્યા. તો … Read more

જુલાઈ આવ્યો પણ વેક્સીન ના આવી, રાહુલ ગાંધીના નિવેદન બાદ મોદી સરકારના મંત્રીઓ લાલચોળ

નવી દિલ્હી,તા.2 જુલાઈ 2021,શુક્રવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે એક એવુ નિવેદન આપ્યુ છે જેનો જવાબ આપવા માટે મોદી સરકારના સંખ્યાબંધ મંત્રીઓએ બાંયો ચઢાવી છે. મોદી સરકારના કોરોના મેનેજમેન્ટની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, જુલાઈ આવી ગયો પણ હજી વેક્સીન નથી આવી. સરકારે મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી મુકવાની … Read more