UK હાઇકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા, હવે ભારતીય બેંકો વિદેશમાં લોન વસૂલી શકશે

લંડન, 26 જુલાઇ 2021 સોમવાર ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે UK હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇ કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા છે. હવે પછી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકાશે. UKનાં સમય મુજબ, બપોરે 3:42 વાગ્યે, Chief Insolvencies and Companies Courtના ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કહ્યું – હું … Read more

પેગાસસ જાસૂસી મામલો હવે સુપ્રીમમાં, આ સાંસદે SIT તાપસની માંગને લઇને કરી અરજી

નવી દિલ્હી, 25 જુલાઇ 2021 રવિવાર પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદો પર બેઠેલા અધિકારીઓ પર કથિત જાસૂસી કરાતી હોવાનું બહાર આવ્યાં બાદ વિપક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.  ચોમાસું સત્રમાં પણ આ મુદ્દે ભારે જોરદાર હોબાળો મચ્યો છે. જ્યારે … Read more

ઈસ્લામાબાદઃ પહેલા અફઘાની રાજદૂતની દીકરીનું અપહરણ, હવે પાક.ના પૂર્વ રાજદ્વારીની દીકરીની હત્યા

– નૂર મુકાદમની હત્યા બાદ પાકિસ્તાનમાં રાજદ્વારી મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (27 વર્ષ)ની હત્યા … Read more

ઘાત લગાવીને બેઠું છે ડ્રેગન: ચીન હવે LACની ખૂબ નજીક કાયમી કેમ્પ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, 15 જુલાઇ 2021 ગુરૂવાર ભારત સાથેના સરહદ વિવાદને લઈને એક તરફ ચીન વાટાઘાટોમાં રોકાયેલું છે, તો બીજી તરફ તેના સૈનિકો ખૂબ જ  ચાલાકીથી લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ (LAC) ની નજીક કાયમી કેમ્પ બનાવવા લાગ્યા છે. આવું કરીને ચીની સૈનિકો થોડી મિનિટોમાં જ વિવાદિત વિસ્તારોમાં પહોંચી શકે છે. એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારી … Read more

પ્રદેશ અધ્યક્ષની પોસ્ટ 50 કરોડમાં વેચાઈ હોવાનો આરોપ, હવે તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ

નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021 રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે તેલંગાણા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ કૌશિક રેડ્ડીએ એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાનુ રાજીનામુ આપ્યુ છે અને સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ એ.રેવાંથ રેડ્ડી પર આ પદ માટે 50 કરોડ રુપિયાની લાંચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે. રેડ્ડીએ પત્રકાર પરિષદમાં … Read more

રાજ્ય સરકારે કરી મોટી ઘોષણા, હવે માત્ર 8 શહેરોમાં જ નાઇટ કર્ફ્યું, જાણો જાહેરાતની મહત્વની બાબતો

ગાંધીનગર, 8 જુલાઇ 2021 ગુરૂવાર રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજ્યમાં કોરોનાની સ્થિતી અંગે સમિક્ષા કરવામાં આવી, ત્યાર બાદ કોર કમિટીની એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે. કોર … Read more

સરકારના કોરોના રસીકરણ અભિયાનમાં હવે રશિયન રસી સ્પુતનિકને પણ સામેલ કરાશે

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર દેશભરમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે સરકાર દ્વારા હવે રશિયાની સ્પુતનિક વેક્સીન પણ લોકોને મફત આપવામાં આવશે. બહુ જલદી રસીકરણ કેન્દ્રો પર સ્પુતનિક રસી પણ સરકાર ઉપલબ્ધ કરાવશે તેવુ રસીકરણ માટે બનાવાયેલા નેશનલ ટેકનિકલ એડવાઈઝર ગ્રૂપના અધ્યક્ષ ડો.એન કે અરોડાનુ કહેવુ છે. તેમણે કહ્યુ હતુ કે, દેશમાં હાલમાં સ્પુતનિક રસી માત્ર … Read more

વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોનાઃ અભ્યાસમાં દાવો

– જો બંધ રૂમમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજા સુધી સંક્રમણ પહોંચવાની શક્યતા વધુ રહે નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર કોરોના વાયરસ પર અનેક અભ્યાસ કરવામાં આવેલા છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં CSIR દ્વારા … Read more

હવે સગર્ભા મહિલાઓ પણ કોરોનાની રસી લગાવી શકશે, આરોગ્ય મંત્રાલયે આપી મંજૂરી

નવી દિલ્હી, 2 જુલાઇ 2021 શુક્રવાર હવે દેશમાં ગર્ભવતી મહિલાઓને પણ કોરોના વિરોધી રસી લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અંગે રચાયેલા નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૃપ (NTAGI) ની ભલામણ પર આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓની રસીકરણને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સગર્ભા સ્ત્રીઓ હવે કોવિન પર નોંધણી કર્યા પછી અથવા સીધા કોરોના … Read more

બ્રાઝિલમાં કોવેક્સિન બાદ હવે એસ્ટ્રાજેનેકાને લઈ વિવાદ, પ્રત્યેક ડોઝ દીઠ 1 ડોલરની લાંચનો આરોપ

– અગાઉ બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવેક્સિન માટે કરવામાં આવેલો સોદો સસ્પેન્ડ કર્યો હતો નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર કોવેક્સિન બાદ હવે એસ્ટ્રાજેનેકા વેક્સિનને લઈ બ્રાઝિલ સરકાર ઘેરાઈ રહી છે. બ્રાઝિલ મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિનની ખરીદીમાં પણ અનિયમિતતા હોઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે બોલ્સનારો સરકારે એસ્ટ્રાજેનેકા વેક્સિનના પ્રત્યેક ડોઝ દીઠ … Read more