Team India can be called up to avoid a loss of Rs 2,400 crore to Australia|ઓસ્ટ્રેલિયાને 2400 કરોડનું નુકસાન ના થાય તે માટે ટીમ ઈન્ડિયાને બોલાવી શકે છે

  • ઓસ્ટ્રેલિયામાં 30 સપ્ટેમ્બર સુધી પ્રવાસ પર પ્રતિબંધ છે, જે આગળ વધે તેવી શક્યતા છે
  • બંને ટીમો વચ્ચે ડિસેમ્બર-જાન્યુઆરીમાં 4 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે

દિવ્ય ભાસ્કર

Apr 26, 2020, 06:37 PM IST

ઓસ્ટ્રેલિયાની સરકાર દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાનથી બચાવવા મોટો નિર્ણય લઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ને 300 મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલર (2435 કરોડ રૂપિયા)નું નુકસાન ના થાય માટે તેઓ ટીમ ઈન્ડિયાના પ્રવાસને મંજૂરી આપી શકે છે. કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં 30 સપ્ટેમ્બર સુધી વિદેશી લોકોના આવવા પર પ્રતિબંધ છે.
જોકે સ્થિતિને જોતા આ પ્રતિબંધ લંબાઈ શકે છે. ભારતીય ટીમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. મહામારીના કારણે CAને લગભગ 1460 કરોડ રૂપિયાનું નુકસાન થશે. સીએ અગાઉ 20 ટકા કર્મચારીને જૂન સુધી માત્ર 20 ટકા સેલેરી આપવાનો નિર્ણય લઈ ચૂક્યું છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસને રાજ્ય સરકારોની મદદ માટે રમતમાં છૂટ આપવા માટે વિચાર કરવાની વાત કરી છે. રિપોર્ટમાં કહ્યું કે,‘CAને આ મુદ્દે રાજ્ય સરકારો તરફથી સકારાત્મક જવાબ મળ્યો છે.’

નાણાંકીય વર્ષમાં 2400 કરોડની આવક થવાની આશા હતી. જેમા મોટી રકમ ટીવી બ્રોડકાસ્ટ રાઈટ્સ થકી મળે છે. ક્રિકેટ જો ટીવી પર ટેલિકાસ્ટ થવા પૂરતું પણ શરૂ થાય તો માત્ર 240 કરોડનું નુકસાન થશે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ પર ક્રિકેટ સ્ટેડિયમમાં ફેન્સ વગર મેચ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જેથી પોતાના નુકસાનમાં ઘટાડો કરી શકાય. ઈંગ્લિશ બોર્ડ આ મુદ્દે અન્ય બોર્ડ સાથે વાતચીતની યોજના બનાવી રહ્યું છે. જોકે ઈંગ્લેન્ડે દેશમાં 1 જુલાઈ સુધી ક્રિકેટ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: