The impact of corona virus on all sports across the globe|ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાના પ્રવાસે હાથ નહીં મિલાવે; ફૂટબોલ, હોકી અને ગોલ્ફ સહિત ઘણી ટૂર્નામેન્ટ પર અસર

  • આ વર્ષના ટોક્યો ઓલિમ્પિક પર પણ સંકટ, પૂર્વ નંબર-1 ગોલ્ફર જોન્સન ટૂર્નામેન્ટમાંથી હટ્યો
  • કોરોનવાયરસના કારણે અઝલન શાહ હોકી ટૂર્નામેન્ટ સ્થગિત, એપ્રિલની જગ્યાએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થશે

Divyabhaskar.com

Mar 03, 2020, 04:15 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 77 દેશોમાં ફેલાયેલા કોરોનાવાયરસની સીધી અસર રમતો પર થઇ છે. ઓલિમ્પિક ગેમ્સ રદ થઇ થાય તેવી સંભાવના છે. બીજીતરફ, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસ જઈ રહી છે. તેમના કેપ્ટન જો રૂટે કહ્યું છે કે, ટૂરમાં પ્લેયર્સ એકબીજા સાથે હાથ નહીં મિલાવે કારણકે તેના લીધે ઇન્ફેક્શન થઇ શકે છે. સ્વિત્ઝર્લેન્ડમાં દર વર્ષે રમાતી સ્વિસ સુપર લીગને સ્થગિત કરવામાં આવી છે. પૂર્વ વર્લ્ડ નંબર 1 ગોલ્ફર જોન્સને જાહેરાત કરી છે કે તે ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં.

ક્રિકેટ: હાથ નહીં મિલાવે
ઇંગ્લેન્ડના કપ્તાન જો રૂટે શ્રીલંકા રવાના થતા પહેલા કહ્યું કે, ” અમારા મેડિકલ સ્ટાફે હાથ ન મિલાવવાની સલાહ આપી છે. તેના કારણે કોરોનવાયરસના ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. અમે સૅનેટાઈઝરનો સારી રીતે ઉપયોગ કરીશું.” તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ પેટ અને ફલૂથી પીડિત થયા હતા. રૂટે કહ્યું કે, હવે ખેલાડીઓ એકબીજાથી દૂર રહેશે જેથી ઇન્ફેક્શન ન લાગે. સેલિબ્રેશન વખતે ખેલાડીઓ fist bump એટલે કે મુઠ્ઠી ટકરાવશે.

ટોક્યો ઓલિમ્પિક: ડસ્ટિન જોન્સન ભાગ નહીં લે
પૂર્વ વર્લ્ડ નંબર 1 ગોલ્ફર ડસ્ટિન જોન્સને જાહેર કર્યું છે કે, તે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં. તેના એજેન્ટ અનુસાર જોન્સને આ નિર્ણય વ્યસ્તતાના લીધે લીધો છે. બીજીતરફ, મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે, જોન્સને આ નિર્ણય કોરોનવાયરસના ડરના કારણે લીધો છે.

ફૂટબોલ: સ્વિસ લીગ સ્થગિત
સ્વિસ ફૂટબોલ લીગ કોરોનવાયરસના કારણે 23 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. જો ઇન્ફેક્શનનો ખતરો ઘટશે નહીં તો ટૂર્નામેન્ટ વધુ ડીલે થઇ શકે તેમ છે. આ લીગમાં ફેમસ 20 ક્લબ ભાગ લે છે. સ્વિત્ઝર્લેન્ડમાં વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે. બે મોટા શહેરો- ગ્રિસન્સમાં 6 અને જેનેવામાં 5 લોકોના મોત થયા છે. કુલ 500 લોકોનો ટેસ્ટ લેવામાં આવ્યો છે, તેમાંથી 100ને આઇસોલેશન વોર્ડ્સમાં રાખવામાં આવ્યા છે.

ફૂટબોલ: એશિયન ચેમ્પિયન્સ લીગ પર પણ સસ્પેન્સ
એશિયન ચેમ્પિયન લીગના સદસ્યોએ માર્ચ અને એપ્રિલમાં થનાર મેચોને સ્થગિત કરી છે. સંઘના અધ્યક્ષ વિન્ડસર જોને કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ કોરોનાવાયરસ વિરુદ્ધ સતર્ક રહેવું જરૂરી છે. આ લીગમાં ચીન અને દક્ષિણ કોરિયાના ક્લબ પણ સામેલ છે. આ બંને દેશોમાં કોરોનાના ઇન્ફેક્શન સૌથી વધુ છે. હવે મેચો મે, જૂન અથવા જુલાઈમાં રમાશે.

ફૂટબોલ: યુરો લીગ 2020 પર જલ્દી નિર્ણય લેવાશે
યુરો લીગ ચાલુ થવામાં 100 દિવસો રહ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, યુરો લીગ 2020 સ્થગિત કરવામાં આવી શકે છે. બધી ક્લબના આયોજકો સંપર્કમાં છે. આગામી દિવસોમાં સ્થિતિમાં ફેર ન પડે તો મેચની તારીખ આગળ વધારવામાં આવશે.

બાસ્કેટબોલ: ફેન્સથી દૂર રહ્યા એનબીએ પ્લેયર્સ
દુનિયાની સૌથી બાસ્કેટબોલ લીગ એનબીએ પર પણ કોરોનવાયરસની અસર થઇ છે. આયોજકોએ બધી ટીમોને એક મેમોરેન્ડમ આપ્યું છે. તેમાં પ્લેયર્સને કહેવામાં આવ્યું છે, તે ફેન્સ સાથે હાથ ન મિલાવે. કોરોનાવાયરસના લીધે અમેરિકામાં 6 લોકોના મોત થયા છે.

ટેનિસ: ડેવિડ કપ
ચીનની ટેનિસ ટીમને ડેવિસ કપની પોતાની મેચો રોમાનિયામાં રમવાની હતી. જોકે તેમણે વાયરસના લીધે ટીમ ત્યાં મોકલી નહોતી. હવે સમાચાર છે કે મહિલા સિંગલ્સ અને ડબલ્સની મેચો માટે પણ ચીનની ટીમ રોમાનિયા જશે નહીં.

મોટર રેસિંગ: ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ
ફોર્મ્યુલા વન ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 19 એપ્રિલથી શરૂ થવાની હતી. જોકે હાલ પૂરતી તેને રદ કરવામાં આવી છે. નવી તારીખોની જાહેરાત થઇ નથી. આયોજકોનું કહેવું છે કે, કોરોનાવાયરસનો ખતરો સમાપ્ત થાય તે પછી જ નિર્ણય લેવામાં આવશે. કતાર અને થાઈલેન્ડમાં થનાર મોટરસાઇકલ ગ્રાન્ડ પ્રિક્સની બીજી સીઝન પણ રદ કરવામાં આવી છે.

ગોલ્ફ: એલપીજીએ ટૂર
ફેબ્રુઆરીમાં એલપીજીએ ગોલ્ફ ટૂર થવાની હતી, તેને બીજીવાર સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ટૂર્નામેન્ટ ચીન, થાઈલેન્ડ અને સિંગાપુરમાં રમવાની છે.

રગ્બી: 6 નેશન ટૂર્નામેન્ટ
ડબ્લિનમાં શનિવારે આયર્લેન્ડ અને ઇટલી વચ્ચે મેચ રમવાની હતી. તેને રદ કરવામાં આવી છે. હોંગકોંગ અને સિંગાપુરમાં રમાનાર સીરિઝને પણ સ્થગિત કરવામાં આવી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: