The Indian Cricketers Association will help 30 former players, Kapil and Gavaskar joined the campaign; 39 lakh has been collected so far|ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન 30 પૂર્વ ખેલાડીઓની મદદ કરશે, કપિલ અને ગાવસ્કર આ અભિયાનમાં જોડાયા; અત્યારસુધીમાં 39 લાખ રૂપિયા એકત્ર થયા

  • ગયા વર્ષે ICAની રચના કરવામાં આવી હતી, 1750 ક્રિકેટર્સ આ સંસ્થા સાથે સંકળાયેલા છે
  • ICAએ પોતાના ફંડમાંથી 10 લાખ રૂપિયાનું દાન કર્યું, પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ મદદ કરશે

દિવ્ય ભાસ્કર

May 02, 2020, 05:36 PM IST

ઇન્ડિયન ક્રિકેટર્સ એસોસિયેશન (ICA)એ લોકડાઉન વચ્ચે 30 જરૂરતમંદ ક્રિકેટર્સને આર્થિક મદદ કરશે. ICAના આ અભિયાનમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર પણ જોડાયા છે. ICAના અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ કહ્યું કે, અત્યાર સુધીમાં સંગઠને જરૂરતમંદ ખેલાડીઓ માટે 39 લાખ રૂપિયા એકત્ર કર્યા છે. ICAએ પોતાના ફંડમાંથી 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

મલ્હોત્રાએ કહ્યું કે, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, ગૌતમ ગંભીર અને ગુંડપ્પા વિશ્વનાથ જેવા મોટા ખેલાડીઓ પણ અમારી સાથે જોડાયા છે અને અમને સપોર્ટ કરી રહ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને આ અઠવાડિયાની શરૂઆતમાં નાણાકીય સહાયતાનું વચન આપ્યું હતું. ગુજરાતના એક કોર્પોરેટ ગ્રુપે પણ મદદ કરી છે.

ICA 15 મે સુધી દાન સ્વીકારશે
ICA 15 મે સુધી દાન સ્વીકારશે. તેના પછી દરેક ઝોન (ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય)માં 5-6 જરૂરતમંદ ક્રિકેટર્સને પસંદ કરાશે અને તેમની આર્થિક મદદ કરવામાં આવશે. મલ્હોત્રાએ કહ્યું કે, એવા ક્રિકેટર્સની સહાયતા કરવામાં આવશે, જેમની પાસે નોકરી નથી અને કમાણીનો કોઈ રસ્તો નથી. તેમજ એવા ક્રિકેટર્સની પણ મદદ કરવામાં આવશે, જેમને બોર્ડ અથવા સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન તરફથી પેંશન નથી મળતી.

Source link

Leave a Comment

%d bloggers like this: