The mercury in the tube dropped 1.5 degrees, with 8.8 degrees leading the state again | નલિયામાં પારો દોઢ ડિગ્રી ગગડ્યો, 8.8 ડિગ્રી સાથે ફરી રાજ્યમાં મોખરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક

પચ્છમન તુગા ગામે તાપણુ કરીને ઠંડી ઉડાડતી મહિલાઓ નજરે પડે છે.

  • ભુજમાં 14.6, કંડલા પોર્ટ 15 અને કંડલા (એ) ખાતે 13.1 ડિગ્રી નોંધાયું

કચ્છમાં શિયાળો અસલી મિજાજ દર્શાવી રહ્યો છે જેને લઇને નલિયા સતત બીજા દિવસે 8.8 ડિગ્રી જેટલા નીચા તાપમાને રાજ્યમાં સર્વાધિક ઠર્યું હતું. શીત નગરમાં ફેરવાતા અબડાસાના આ મુખ્ય મથકે પારો દોઢ આંક જેટલો ગગડ્યો હતો. ભુજમાં ન્યૂનતમ 14.6, કંડલા પોર્ટ 15 અને કંડલા (એ) ખાતે 13.1 ડિગ્રી નોંધાયું હતું.

પશ્ચિમી વિક્ષોભની સીધી અસર તળે નલિયામાં હવે કડકડતી ઠંડી પડી રહી છે. દિવસભર ઉત્તર દિશાએથી પ્રતિ કલાક 3 કિલો મીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો. સાંજે ભેજનું પ્રમાણ માત્ર 14 ટકા જેટલું રહેતાં સૂર્યાસ્ત થવાની સાથે ઠંડીએ જોર પકડ્યું હતું. રાત્રે અનેક સ્થળે લોકો તાપણાના સહારે ઠંડી ઉડાડતા જોવા મળ્યા હતા.

કચ્છમાં સતત બીજા દિવસે બીજા ક્રમે ઠંડા રહેલા કંડલા એરપોર્ટ મથકે નીચા તાપમાનનો પારો સ્થિર 13.1 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ ઉષ્ણતામાનમાં પણ કોઇ મોટો ફેર ન થઇને 30.6 ડિગ્રી રહ્યું હતું જેને લઇને ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં રાત્રે ટાઢોડું છવાઇ ગયું હતું. કંડલા પોર્ટ ખાતે 15 ડિગ્રી રહેતાં અન્ય સ્થળોની તુલનાએ ઠંડીમાં રાહત રહી હતી.

જિલ્લા મથક ભુજમાં પારો એક આંક જેટલો નીચે સરકીને 14.6 રહેતાં ઠંડીનું જોર જોવા મળ્યું હતું. મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ રણકાંધીના ગામોમાં દિવસભર ફુંકાયેલા ઠંડા પવન સાથે શિયાળાએ પકડ જમાવી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: