The number of positive cases is 622, while 11 are recovering|પોઝિટિવ કેસનો આંક 622, ગંભીર હાલતમાં 11 દર્દી, રિક્વર થઈ આવેલા લોકોનું ફટાકડા ફોડી પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું

  • સુરત શહેરની સાથે જિલ્લાના ગામડામાં પણ કોરોનાના કેસમાં વધારો
  • સુરત જિલ્લામાં કોરોનાથી મોતને ભેટનારનો આંકડો 25 પર પહોંચ્યો

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 02:50 PM IST

સુરત. શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 622 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 25 દર્દીના મોત નિપજ્યાં છે જ્યારે કુલ 68 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોના સામે જંગ જીતીને આવેલા વ્યક્તિનું સલાબતપુરામાં પુષ્પો ઉડાવી ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ દાખલ દર્દીઓ માંથી 1 વૅન્ટિલેટર પર, 5 બાયપેપ પર અને 5 ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.

ફટાકડા ફોડી કોરોના પોઝિટિવનું સ્વાગત કરાયું
સલાબતપુરામાં આવેલી ઈન્દરપુરા ખત્રી વાડમાં રહેતા ભૂપેનદ્રભાઈ વસંતભાઈ રાણા(ઉ.વ.આ.40)ના દલાલીનું કામ કરે છે. લોકડાઉન બાદ ભાગળ શાકભાજી લેવા પત્ની સાથે ગયાં હતાં. બાદમાં જાણવા મળ્યું કે જાહેરમાં ફરવાથી કોરોના થઈ શકે છે એટલે 13 એપ્રીલે પતિ પત્નીએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ભૂપેન્દ્રભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 17મીએ દાખલ કર્યા બાદ આઠ દિવસની સારવાર બાક યુનિવર્સિટીની સમરસમાં લઈ જવાયા જ્યાં આઠ દિવસમાં રોજે રોજ 3 વાર ચેકઅપ કરાયું હતું.13માં દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારબાદ 14માં દિવસે પણ નેગેટિવ આવ્યો અને 15માં દિવસે એટલે કે આજે રજા આપી દેવાતા ઘરે પરત ફર્યા ત્યારે સોસાયટીના લોકોએ ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું.

હેલ્થ કર્મચારી સહિતના કોરોનાની ઝપેટમાં

સુરતમાં ગુરુવારે હેલ્થ કર્મચારી સહિત વધુ 15 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે આઈસોલેશન વોર્ડમાંથી ભાગી ગયેલા એક દર્દીનો મૃત દેહ સિવિલ કેમ્પસમાંથી જ મળી આવવાની સાથે 3 દર્દીના મોત પણ નોંધાયા છે. જોકે, સારા સમાચાર એ પણ છે કે અત્યાર સુધીમાં 68 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: