Today a special train will leave Surat to Orissa, preparing for 20 more trains|આજે સુરતથી સ્પેશ્યિલ ટ્રેન ઓરિસ્સા જશે, વધુ 20 ટ્રેનની તૈયારી

  • રેલવે સ્ટેશન પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે રેલવે તંત્રએ કમર કસી

દિવ્ય ભાસ્કર

May 02, 2020, 06:31 AM IST

સુરત. લોકડાઉનમાં પરપ્રાંતીઓને વતન જવાની છૂટ આપ્યા પછી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બસો ઉપડયા બાદ શુક્રવારે સાંજે સ્પેશ્યિલ સુરતથી ઓડિસા બ્રહ્મપુરની ટ્રેન ઉપડનારી હતી. પરંતુ ટિકિટ મામલે ગુંચવાડો થતા ટ્રેનને રદ થઈ હતી. જે પછી ઉડિયા સમાજે ટિકિટના રૂપિયા એડવાન્સ આપતા શનિવારે સાંજે ચાર વાગ્યે સુરતથી બ્રહ્મપુરની ટ્રેન ઉપડશે.

કલેક્ટર, પશ્ચિમ રેલવે અને ઓડિયા સમાજે બેઠક કરી હતી. જેમાં પશ્ચિમ રેલવેએ ટિકિટના એડવાન્સ રૂપિયા ઊઘરાવીને આપશે પછી ટ્રેન ઉપડશે તેવી વાત કરી હતી. જે પછી કલેક્ટરના સૂચને ધ્યાને રાખને ઓડિયા સમાજે પોતાના સમાજના 1200 લોકો પાસેથી રૂપિયા ઊધરાવીને પશ્ચિમ રેલવેને આપ્યા હતી. જે પછી પશ્ચિમ રેલવે ટ્રેન ઉપાડવા માટે તૈયાર થઈ છે. જેને પગલે શનિવારની સાંજે ચાર વાગ્યે સુરતથી ઓડિસા બ્રહ્મપુરની ટ્રેન ઉપડનારી છે.પશ્રિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજરે કહ્યું કે, સુરતથી 20 રેક ઈમરજન્સી માટે તૈયાર રહેશે. જે 24 કોચના હશે. 
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે તો 10 જેટલી ટ્રેન દોડશે 
પશ્ચિમ રેલવેએ બેઠકમાં જણાવ્યું છે કે, શનિવારના દિવસે ટ્રાયલ કરાશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે અને એડવાન્સ ટિકિટના રૂપિયા મળશે તો રોજની દસ જેટલી ટ્રેન દોડાવશે.
1200 લોકો થર્મલ સ્ક્રિનિગ અને સેનેટાઇઝ કર્યા બાદ લઈ જવાશે 
1200 લોકોને પાંડેસરાથી બસમાં બેસાડીને સુરત રેલવે સ્ટેશન લવાનારા છે. તે બાદ થર્મલ સ્ક્રિનિગ અને સેનેટાઇઝ કરીને જમાડી ટ્રેનથી ઓડિશા લઈ જનારા છે. 
સમસ્યાનો ઉકેલ આવતા શનિવારે ટ્રેન ઉપડશે
શનિવારે સાંજે ટ્રેન જશે તેવી માહિતી આવી છે. સ્ટેશન પર તૈયારી થઈ ગઈ હતી. તે સાથે જે પણ સમસ્યા હતી તે સોલ્વ થઈ ગઈ છે.– સી. આર. પાટીલ, સાંસદ

Source link

Leave a Comment

%d bloggers like this: