Two petitions in Gujarat High Court for rathyatra in Ahmedabad, demand for immediate hearing|અમદાવાદમાં રથયાત્રા યોજવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પ્રવીણ તોગડિયાની AHP અને હિંદુવાહિનીની બે અરજીઓ, તાત્કાલિક સુનાવણીની માંગ

  • બપોરે 2.30 વાગ્યા પછી સુનાવણી થાય તેવી શકયતા
  • સીમિત રૂટ પર અને મર્યાદિત લોકો સાથે કાઢવા માંગ

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 02:44 PM IST

અમદાવાદ. 143 વર્ષથી અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જોકે આ વર્ષે ગુજરાત હાઈકોર્ટે એક PILને પગલે પ્રતિબંધ લાદયો છે. ત્યારે વધુ બે અરજી રથયાત્રા યોજવા માટે કરવામાં આવી છે. પ્રવીણ તોગડિયાની AHP અને હિંદુવાહિનીએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આજે બપોરે અઢી વાગ્યા બાદ તેના પર સુનવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

મંદિર બહાર રથ લઈ જવા દેવા પરવાનગી માંગી
એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈતિહાસમાં ક્યારેય રથયાત્રા અટકી નથી માટે રથયાત્રા યોજવામાં આવી તેવી માગ કરવામાં આવી છે.  બીજી એક અરજીમાં પ્રતિકાત્મક રથયાત્રા યોજવા અને સ્ટે ઓર્ડરમાં સુધારવા કરવા માટે કરવામાં આવી છે. ત્રણેય રથોને મંદિર પ્રાંગણ બહાર કાઢવા દેવા માટે પરવાનગી માંગવામાં આવી છે.

રથયાત્રાને લઈને AHPએ કરેલા નિવેદન

  • ઓરિસ્સાના જગન્નાથપુરીમાં રથયાત્રા કાઢવાની માંગણી સરકાર કરે તો ગુજરાતમાં કેમ નહીં?
  • ઓરિસ્સામાં ભાજપ સરકાર નથી ત્યાં રથયાત્રા કાઢવાની અને ગુજરાતમાં ભાજપ સરકાર છે ત્યારે 143 વર્ષની પરંપરા તોડવાની?
  • આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ગુજરાતના મહામંત્રી રણછોડ ભરવાડે માંગણી કરી છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવી જોઈએ.. 143 વર્ષની પરંપરાનું પાલન કરો. સવારે 6થી 8 સુધી કર્ફ્યુ લગાવો બે કલાકમાં રથયાત્રા પૂરી કરી દો. જગન્નાથપુરીની રથયાત્રા વિરૂધ્ધ ઓરિસ્સા અને કેન્દ્ર સકરારે સ્ટેન્ડ લીધું હતું. પરંતુ જનતાના દબાણથી આજે બંનેએ કેટલીક શરતો સાથે રથયાત્રા યોજવાની મંજૂરી સુપ્રિમ કોર્ટમાં માંગી છે.
  • સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ન ચલાવાય ત્યારે મસ્જિદમાં કેમ હટાવાતા નથી?
  • તામિલનાડુમાં પશુઓની સ્પર્ધા જલીકટ્ટુની વિરૂધ્ધમાં સુપ્રિમ કોર્ટ નિર્ણય આપ્યો આજે બે વર્ષથી સામ્યવાદી સરકાર કેરળમાં હિંદુઓની પરંપરાનું અપમાન કરનારના આ નિયમનું પાલન કરાવી શકી નથી.
  • સરકાર અને કાયદાઓ હિંદુઓની પરંપરા તોડવા માટે છે? ગઈકાલ સુધી કોંગ્રેસની સરકાર સામે અમદાવાદની જગન્નાથની રથયાત્રા કાઢવાનું આંદોલન કરનારઓ આજે જગન્નાથ રથયાત્રા રોકી રહ્યા છે. હવેતો ભગવાન ન્યાય કરશે.
  • રાત્રે 1 વાગ્યે રાષ્ટ્રીય બજરંગદળના ગુજરાત અધ્યક્ષ નિકુંજ પારેખની જગન્નાથ રથયાત્રાના સંદર્ભમાં કરાયેલી ધરપકડની નિંદા કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં ભાજપની સરકા છે કે કોંગ્રેસની?
  • જગન્નાથ મંદિરમાં શ્રીફળ લઈ દર્શન કરવા જતા નેહલ શાહ, નિરવ ગજ્જર, હિરેન દેસાઈ, રાકેશ ચીંગુલિયા, મુલાયમસિંહ, દિપેશ અને દિવ્યેશ સહિતના કાર્યકર્તાઓની પોલીસે ખોટી રીતે ધરપકડ કરી છે. હવે તો ગુજરાતમાં જગન્નાથ મંદિરના દર્શન પણ ગુનો થઈ ગયો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: