Very unlikely to be at the US Open Empty Stadium, a new roadmap for the Tokyo Olympics could be made by May|યુએસ ઓપન ખાલી સ્ટેડિયમમાં થવાની સંભાવના બહુ ઓછી, ટોક્યો ઓલિમ્પિક માટે નવો રોડમેપ મે સુધીમાં બની શકે છે

દિવ્ય ભાસ્કર

Apr 17, 2020, 04:30 PM IST

કોરોનાવાયરસના કારણે બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જુલાઈ-ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. યુએસ ઓપનના ઓર્ગેનાઇઝર્સ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટનું સમયસર આયોજન કરવા માંગે છે. આ વખતે યુએસ ઓપન દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં થઈ શકે છે. આ ઇવેન્ટ 32 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. બીજીતરફ, ટોક્યો ઓલિમ્પિક માટે નવો રોડ મેપ બની શકે છે. આ ગેમ્સ આવતા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થશે. 

યુએસ ટેનિસ એસોસિયેશનના ચીફ માઇક ડોસે કહ્યું, “યુએસ ઓપન સમયસર જ રમાશે. દર્શકો વગર ટૂર્નામેન્ટ રમાઈ તેવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ અત્યારે આ વિશે વધુ કહી શકાય તેમ નથી. અત્યારના સમયે કોઈ પણ ટેનિસને લઈને ઉજવણી કરવાની ભાવના ધરાવતું નથી. સમયે સાથ આપ્યો તો અંતિમ ગ્રાન્ડસ્લેમ જરૂર થશે. સ્વભાવિક છે કે અમારું લક્ષ્ય ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક કરવાનું છે.” રફેલ નડાલે 2019ની ફાઇનલમાં રશિયાના દાનીલ મેદવેદવને હરાવી યુએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે ચોથીવાર યુએસ ઓપન ચેમ્પિયન બન્યો હતો.

ઑસ્ટ્રેલિયન ઓપન સફળતાપૂર્વક થયું
દર વર્ષે ચાર ગ્રાન્ડસ્લેમ હોય છે. પહેલા ઑસ્ટ્રેલિયન ઓપન, પછી વિમ્બલ્ડન, ત્રીજું ફ્રેન્ચ ઓપન અને છેલ્લે યુએસ ઓપન. 
ઓસ્ટ્રેલિયન ઓપન કોઈપણ સમસ્યા વગર થયું હતું. નોવાક જોકોવિચ ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવી 8મી વાર ટાઇટલ જીત્યો હતો. જ્યારે વુમન્સ સિંગલ્સમાં અમેરિકાની સોફિયા કેનિન વિજેતા બની હતી. વિમ્બલ્ડન આ વર્ષે રદ્દ થયો છે. તે આવતા વર્ષે 28 જૂનથી 11 જુલાઈ વચ્ચે રમાશે. જ્યારે પેરિસમાં થનાર ફ્રેન્ચ ઓપનને 20 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.

ટોક્યો ઓલિમ્પિકને સફળ બનાવવાના પૂરા પ્રયાસ થશે
ટોક્યો ગેમ્સ એસોસિયેશને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે ટેલીકોન્ફરન્સ દ્વારા બેઠક કરી. તેમાં કહેવામાં આવ્યું કે, 2021માં થનાર ગેમ્સ માટે તૈયારી અંગે વિચારણા થશે અને મે સુધીમાં તેનો રોડમેપ બનાવવામાં આવશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી યોશિરો મોરીએ કહ્યું કે, “અમે છેલ્લા 5-6 વર્ષમાં જે પણ તૈયાર કર્યું છે, આજના નિર્ણય પછી હવે તેને વધુ આગળ લઈ જવાનું કામ કરવામાં આવશે. અમે બધા સાથીઓ સાથે મળીને ઓલિમ્પિકને સફળ બનાવવા પૂરા પ્રયાસ કરીશું.

Source link

Leave a Comment

%d bloggers like this: