Vijay Devarakonda accepted the challenge, making mango ice cream for the family|વિજય દેવરાકોન્ડાએ ચેલેન્જ સ્વીકારી, પરિવાર માટે મેંગો આઈસક્રીમ બનાવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 26, 2020, 06:59 PM IST

હૈદરાબાદ. હવે, સાઉથ સ્ટાર વિજય દેવરાકોન્ડાએ ‘બી ધ રિઅલ મેન’ ચેલેન્જ સ્વીકારી છે. લૉકડાઉન દરમિયાન એક્ટરે પરિવાર માટે મેંગો આઈસક્રીમ બનાવ્યો હતો. નોંધનીય છે કે સાઉથ સ્ટાર્સ આ ચેલેન્જ સ્વીકારીને ઘરના કામ કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરે છે અને બીજા સ્ટાર્સને આ ચેલેન્જ આપે છે. 

વીડિયોની શરૂઆતમાં વિજય મોડે સુધી સૂતો હોય છે. લૉકડાઉન પહેલાં વિજય અંદાજે છ કલાક સૂતો હતો પરંતુ હાલમાં તે સાડા નવ કલાક જેટલું સૂવે છે. ઉઠ્યા બાદ તે આલ્કોહોલની બોટલમાં પાણી ભરે છે. ત્યારબાદ તે જૂની પ્લાસ્ટિક બેગને ડસ્ટબિનમાં મૂકે છે. આ બધા કામ પૂરા કર્યાં બાદ વિજય મેંગો આઈસક્રીમ બનાવવાની તૈયારી કરે છે. ત્યારબાદ તે ઘરની સાફ-સફાઈ પણ કરતો જોવા મળે છે. આ દરમિયાન તે વીડિયો ગેમ રમતો જોવા મળે છે. આ દરમિયાન તેના પિતાની એક ઝલક જોવા મળે છે. ત્યારબાદ તે પરિવાર સાથે મેંગો આઈસક્રીમ એન્જોય કરે છે. વિજયે આ ચેલેન્જ માટે સાઉથ એક્ટર દુલકર સલમાનને નોમિનેટ કર્યો હતો.

‘અર્જુન રેડ્ડી’ ફૅમ સંદીપ વાંગાએ ટ્રેન્ડ શરૂ કર્યો 
સાઉથ ડિરેક્ટર સંદીપ વાંગાએ ‘બી ધ રિઅલ મેન’ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેમણે પુરુષો પણ ઘરના કામ કરી શકે છે અને આ સમયે તેમણે ઘરની મહિલાને મદદ કરવી જોઈએ તેવા મેસેજ સાથે પોતે ઘરના કામ કરતા હોય તેવો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો અને તેમણે ‘બાહુબલી’ ફૅમ એસ એસ રાજમૌલિને નોમિનેટ કર્યાં હતાં. રાજમૌલિએ ચેલેન્જ સ્વીકારી વીડિયો અપલોડ કર્યો હતો અને જુનિયર એનટીઆર-રામચરણને નોમિનેટ કર્યો હતો. જુનિયર એનટીઆરે નાગાર્જુન, વેંકટેશને નોમિનેટ કર્યાં હતાં. રામચરણે બોલિવૂડ એક્ટર રણવીર સિંહને નોમિનેટ કર્યો છે. જોકે, રણવીરે હજી સુધી કોઈ વીડિયો શૅર કર્યો નથી. 

Source link

Leave a Comment

%d bloggers like this: