Virat Kohli, Anushka Sharma pledge support to fight COVID-19 pandemic|અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ PM-CARES ફંડ અને મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં યોગદાન આપ્યું

દિવ્ય ભાસ્કર

Mar 30, 2020, 01:29 PM IST

એન્ટરટેનમેન્ટ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે રિલીફ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની હોનારતો સામે લોકો સ્વૈચ્છિક રીતે દાન કરી શકે તે માટે વિવિધ રાજ્યના CM ફંડની સાથે PM રિલીફ ફંડ પણ છે. આ તમામ રિલીફ ફંડમાં ઘણા બધા સેલેબ્સ પોતાના તરફથી દાન કરી રહ્યા છે. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ સપોર્ટ માટે તેમનો હાથ લંબાવ્યો છે. આ સેલિબ્રિટી કપલે અમાઉન્ટ જાહેર કરી નથી પણ સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે 3 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

વિરાટ અને અનુષ્કાએ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, અમે બંને PM-CARES ફંડ અને CM રિલીફ ફંડ (મહારાષ્ટ્ર)માં અમારું યોગદાન આપવા માટે શપથ લઈએ છીએ. મુશ્કેલીમાં રહેલા લોકોને જોઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે અને અમે આશા કરીએ છીએ કે અમારું યોગદાન કોઈ રીતે આપણા સહ નાગરિકોનું દુઃખ હળવું કરશે.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli) on Mar 29, 2020 at 10:31pm PDT

અગાઉ પણ ઘણા સેલેબ્સે PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમર્જન્સી સિચ્યુએશન ફંડ)માં પોતાનું યોગદાન જાહેર કર્યું છે જેમાં અમુક સેલેબ્સે રકમ જાહેર કરી છે તો અમુક સેલેબ્સે રકમ જાહેર કરી નથી. કરણ જોહર, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના વગેરે બોલિવૂડની સેલિબ્રિટીઓએ તેમનો સપોર્ટ કર્યો છે, પણ કેટલો સપોર્ટ કર્યો છે તેની જાહેરાત કરી નથી.

જ્યારે રકમ જાહેર કરનાર સેલેબ્સમાં અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા, ટી સિરીઝના ભૂષણ કુમારે 12 કરોડ રૂપિયા, વરુણ ધવને 55 લાખ રૂપિયા, સિંગર ગુરુ રંધાવાએ 20 લાખ રૂપિયા, કોમેડિયન કપિલ શર્માએ 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. ‘બાહુબલિ’ ફેમ પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલ્લુ અર્જુને સવા કરોડ રૂપિયા અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: