vishal dadlani said, glorious Forces reduced to an instrument of PR.|કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા, સંગીતકાર વિશાલ દદલાનીએ કહ્યું- સેના સરકારની પીઆર બની ગઈ છે

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 06:17 PM IST

મુંબઈ. કોરોનાવાઈરસને કાબૂમાં લેવા માટે સરકાર સતત પગલાંઓ લઈ રહી છે પરંતુ કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે. કોરોનાને લઈને લૉકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે. હાલમાં જ સ્વાસ્થ્યકર્મીઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ હોસ્પિટલો પર ફૂલોની વર્ષા કરી હતી. રવિવારે દેશની તમામ હોસ્પિટલ પર વાયુસેનાએ પુષ્પવર્ષા કરી હતી. આના પર બોલિવૂડ સિંગર વિશાલ દદલાનીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. 

શું કહ્યું વિશાલે?
વિશાલે ટ્વીટ કરીને કહ્યું હતું, ડોક્ટર્સની હિંમતને સલામ કરવા માટે ફાઈટર જેટ ઉડ્યું. બીજી તરફ ડોક્ટર્સ પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ) ના હોવાની વાત કરે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આપણી શાનદાર સેના પીઆરનું સાધન બની ગઈ છે. રોજમદાર મજૂરો ઘરે જવા માટે ભાડુ આપી રહ્યાં છે, જ્યારે આપણી સરકાર સમાધાન શોધવાને બદલે અન્ય બાબતો પર ખર્ચ કરી રહી છે. 

અમાયરા દસ્તૂરે પણ ગુસ્સો પ્રગટ કર્યો
કોંગ્રેસી નેતા શ્રીવત્સાએ ટ્વીટ કરીને સવાલ કર્યો હતો, જો પીએમ કૅર ફંડનો ઉપયોગ ગરીબોને ભોજન, તમામ ડોક્ટર્સને પીપીઈ કિટ્સ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટ માટે નથી થતો તો આખરે તેનો ઉપયોગ શેમાં થાય છે? આ ટ્વીટને રીટ્વીટ કરીને બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે કહ્યું હતું કે હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરનાર હેલિકોપ્ટરના ઈંધણ ખરીદવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપ્મેન્ટ પ્રોજેક્ટને ના ભૂલશો. આ પ્રોજેક્ટ 12879 કરોડ રૂપિયાનો છે. તમને નથી લાગતું કે ટેક્સ તથા રાહત ફંડના વિતરણને બારીકાઈથી જોવાનો આ સમય છે. 

ઉલ્લેખનીય છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે શુક્રવાર (પહેલી મે)ના રોજ જાહેરાત કરી હતી કે સેનાની ત્રણેય પાંખ કોવિડ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે, માઉન્ટેન બેન્ડ પર્ફોર્મન્સ કરીને કોરોનાના કર્મવીરો પ્રત્યે આભાર પ્રગટ કરશે. આ પહેલાં પોલીસ દળોના સન્માનમાં સશસ્ત્ર દળ પોલીસ મેમોરિયલ પર માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું.

Source link

Leave a Comment

%d bloggers like this: