Viswanathan Anand had gone for chess tournament in Germany, kept himself in isolation there|ચેસ ટૂર્નામેન્ટ રમવા ગયેલો વિશ્વનાથન આનંદ જર્મનીમાં ફસાયો, પોતાને આઈસોલેશનમાં રાખ્યો

  • 5 વારના વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ માર્ચના છેલ્લા અઠવાડિયામાં ચેન્નાઇ પરત ફરી શકે છે
  • આનંદે કહ્યું- આ મારા માટે સૌથી ખરાબ અનુભવ, પહેલીવાર પોતાને આઇસોલેટ કરવા મજબૂર છું

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 06:03 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ગ્રાન્ડમાસ્ટર અને 5 વારના વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ કોરોનાવાઇરસના અને વિઝા પ્રતિબંધના કારણે જર્મનીમાં ફસાય ગયો છે. તેને 16 માર્ચે પરત ફરવાનું હતું. તે બુંદેસલીગા ચેસ ટૂર્નામેન્ટ રમવા ફેબ્રુઆરીમાં જર્મની ગયો હતો. કોરોનાના વધતા પ્રકોપના કારણે તેણે એક અઠવાડિયા માટે પોતાને આઈસોલેશનમાં રાખ્યો છે. હવે તે મહિનાના અંતે ચેન્નાઇ પાછો આવશે તેવી સંભાવના છે. આનંદે કહ્યું કે, આ મારો અત્યારસુધીનો સૌથી ખરાબ અનુભવ છે. જીવનમાં પહેલીવાર પોતાને આઇસોલેટ કરવા મજબૂર છું. હું દરરોજ સવારે ઉઠીને પુત્ર અખિલ અને પત્ની અરુણા સાથે વીડિયો કોલ પર વાત કરું છું. અમે એકબીજા સાથે વાત કરીને ખુશ રહેવાનો પ્રયાસ કરીએ છીએ.

તેણે વધુ ઉમેરતા કહ્યું કે, હું ઇન્ટરનેટ પર મિત્રો સાથે ચેટિંગ કરીને અથવા વોકિંગ કરીને દિવસો વિતાવી રહ્યો છું. કોરોનાવાઇરસના કારણે દુનિયાભરમાં મારા મિત્રો હેરાન છે. મારી પાસે બધા સાથે વાત કરવાનો સારો સમય છે. હું દિવસમાં એક અથવા બેવાર વોક પર જાવ છું. તે દરમિયાન રસ્તામાં કોઈપણ મળે તો તેની સાથે અમુક મીટરનો અંતર રાખું છું.

આનંદની પત્નીએ પણ ચિંતા વ્યક્ત કરી
આનંદની પત્ની અરુણાએ કહ્યું કે, હું બહુ ખરાબ અનુભવી રહી છું, કારણકે તે જર્મનીમાં ફસાયા છે. જોકે અમારે તેનો પણ આભાર માનવો જોઈએ કે તેમની સ્થિતિ અન્ય ફસાયેલા લોકો કરતા સારી છે. અમે તેમને દરરોજ યાદ કરીએ છીએ અને તેમને સારું ખાવું જોઈએ અને ઘડી-ઘડીએ હાથ ધોવા જોઈએ. આશા છે કે તે મહિનાના અંતે પરત ફરશે.

157 દેશોમાં કોરોનાવાઇરસના કારણે 6515 લોકોના મોત
કોરોનવાઈરસના કારણે 157 દેશોમાં 6515 લોકોના મોત થયા છે. સોમવાર સવાર સુધીમાં 1 લાખ 69 હજાર 515 કેસ સામે આવ્યા છે. જર્મનીમાં 5813 લોકો સંક્રમિત છે. તેમાંથી 11ના મોત થયા છે. ભારતમાં આ આંકડો 2 હજાર છે અને 110 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: