When Karan Johar’s daughter threatened to leave the house, the son is fed up|કરન જોહરની દીકરીએ ઘર છોડવાની ધમકી આપી તો દીકરો ત્રાસી ગયો

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 03:05 PM IST

મુંબઈ. કરન જોહર લૉકડાઉન દરમિયાન યશ તથા રૂહીના ઘણાં વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરે છે. હાલમાં જ કરને ઈન્સ્ટા સ્ટોરીમાં યશ તથા રૂહીના બે વીડિયો શૅર કર્યાં હતાં. 

શું છે વીડિયોમાં?
એક ઈન્સ્ટા સ્ટોરીના વીડિયોમાં યશ તેના પિતાના વોક-ઈન ક્લૉઝિટ (કપડાંનો અલગથી બનાવેલો રૂમ) આગળ જોવા મળે છે. કરન તેના દીકરાને બોલાવે છે પરંતુ તરત જ યશ થોડો અકળાઈને કહે છે કે તેના ફોટો ના લેવામાં આવે. તે ત્રાસી ગયો છે. કરન તરત જ સોરી કહીને ત્યાંથી જતો રહે છે. બીજી ઈન્સ્ટા સ્ટોરીના વીડિયોમાં કરનની દીકરી રૂહી હાથમાં બેગ લઈને ઊભી હોય છે. આ જોઈને કરન પૂછે છે કે આટલી મોટી બેગ લઈને તે ક્યાં છે તો રૂહીએ જવાબ આપ્યો હતો કે તે પેપા હાઉસ જાય છે. ઉલ્લેખનીય છે કે ‘પેપા પિગ’ કરીને એનિમેટેડ સીરિઝ છે અને તેમાં એક ફિમેલ પિગ તથા તેના પરિવારની વાત છે. આ પિગ પરિવાર સાથે પેપા હાઉસમાં રહેતી હોય છે. આ સીરિઝની અત્યાર સુધીમાં છ સિઝન આવી ચૂકી છે. 

હાલમાં જ કરન જોહરે માફી માગી હતી
હાલમાં જ કરન જોહરે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સામાન્ય લોકો, ડોક્ટર્સ-નર્સ તથા કોરોના વોરિયર્સ સેલિબ્રિટીઝ પર કટાક્ષ કરે છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે. ડોક્ટર્સ, નર્સ તથા સામાન્ય લોકો હાલના સમયે પોતાને પડતી મુશ્કેલી વાત કરે છે. આ મુશ્કેલ સમયમાં સેલેબ્સ કેવી રીતે આરામથી જીવન જીવે છે અને તેના વીડિયો શૅર કરે છે, તે પણ કહે છે. આ વીડિયો જોઈને કરન જોહરને પોતાની ભૂલ સમજાય છે. વીડિયો શૅર કરીને કરને કહ્યું, મને આનાથી ઘણી જ તકલીફ થઈ રહી છે. મને અહેસાસ થયો કે મારી અનેક પોસ્ટ ઘણાં લોકો માટે અસંવેદનશીલ હોઈ શકે છે. હું હૃદયના ઊંડાણથી માફી માગું છું અને સાથે એમ કહેવા માગીશ કે મેં આ બધું જાણી જોઈને કર્યું નથી. હા પણ સ્પષ્ટ રીતે ભાવનાત્મક દૂરદર્શિતાનો અભાવ હોઈ શકે છે. મને માફ કરી દો. 

Source link

Leave a Comment

%d bloggers like this: