World’s only Kuber Bhandari temple on the banks of the Narmada opens after 92 days, sanitizing and screening the devotees|નર્મદા કિનારે આવેલુ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર 92 દિવસ બાદ ખુલ્યુ, સેનેટાઇઝ અને સ્ક્રિનિંગ કરીને જ ભક્તોને પ્રવેશ મળે છે

  • 10 વર્ષની ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લુ રહેશે

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 11:56 AM IST

વડોદરા. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી ભગવાનના મંદિરના દ્વાર 92 દિવસ બાદ આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યાથી કુબેર દાદાના દર્શનનો લાભ ભક્તોએ પ્રારંભ કર્યો છે. દર્શનાર્થીઓ માટે કુબેર ભંડારી ટ્રસ્ટ તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્ક્રિનિંગ માટે થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 10 વર્ષની ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં

કુબેર ભંડારી મંદિરમાં વહેલી સવારે વૈદિક પૂજા વિધિ કરીને આરતી કરાઇ
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનનું મંદિર પણ 22 માર્ચથી સતત ત્રણ મહિના સુધી બંધ રહ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ આજે સવારથી કુબેર ભંડારી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કુબેર ભંડારી મંદિરમાં વહેલી સવારે વૈદિક પૂજા વિધિ કરીને આરતી કરવામાં આવી હતી. કુબેર ભંડારી મંદિરના દ્વાર સવારે 8 વાગ્યાથી ખુલ્લા મુકવામાં આવે તે અગાઉથી જ સવારે 6 વાગ્યાથી ભક્તોની લાઈન લાગી ગઈ હતી. ભક્તજનોએ પણ કુબેર દાદાના દર્શન માટે સંયમ જાળવી સરકારના નિયમોનું પાલન પણ કર્યું હતું.

મંદિરમાં ભક્તો માટે ચાલતુ અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધ
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, મંદિર તરફથી પ્રવેશ દ્વાર પાસે સેનેટાઈઝર ટનલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી ભક્તોને પસાર કરવામાં આવે છે, ત્યારબાદ સેનેટાઈઝરથી હાથ સફાઈ અને થર્મલ ગનથી દરેકનું તાપમાન માપવામાં આવી રહ્યું છે અને મંદિરના દ્વાર ભક્તો માટે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. મંદિર તરફથી ભક્તો માટે જે અન્નક્ષેત્ર અને ધર્મશાળાની સુવિધા હતી, તે હાલ બંધ રાખવામાં આવી છે. સાથે સાથે નિજ મંદિરમાં બેસીને પૂજા અર્ચના કરવાની તેમજ મંદિરમાં અન્ય ધાર્મિક વિધિ પણ બંધ રાખવામાં આવી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: