Young girl discharge from in parul hospital 2 patients discharged from the hospital after recovering in Godhra|પારૂલ યુનિવર્સિટી કેમ્પસમાં કામ કરતી યુવતી સહિત 9 કોરોના મુક્ત થયા, ગોધરામાં નર્સ સહિત 2 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી 5 દર્દીઓએ કોરોના વાઈરસને મ્હાત આપી
  • પંચમહાલ જિલ્લામાં 23 પોઝિટિવ પૈકી પહેલા 2 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચ્યા
  • કોરોના મુક્ત થયેલા 2 પૈકી એક ગોધરા સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ છે

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 08:04 PM IST

વડોદરા. વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીના કેમ્પસની કેન્ટીનમાં કામ કરતી 19 વર્ષની યુવતી ચેતના માળી આજે કોરોના મુક્ત થઇ છે. જેને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.વડોદરા શહેર-જિલ્લામાં આજે 9 લોકો કોરોના મુક્ત થયા છે. આમ અત્યાર સુધીમાં વડોદરામાં 99 લોકો કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત ગોધરામાં  સિવિલ હોસ્પિટના નર્સ સહિત બે દર્દી કોરોના મુક્ત થતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે. બંને દર્દીઓનો કોરોના ટેસ્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં કુલ 23 પોઝિટિવ કેસ નોધાયા
પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 22 ગોધરામાં અને એક કેસ હાલોલમાં નોંધાયો છે. અત્યાર સુધી પંચમહાલ જિલ્લામાં 2 લોકોના મૃત્યુ પણ થયા છે. જોકે પંચમહાલ જિલ્લા પ્રથમ બે દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ગોધરા સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ રેખાબેન તાવિયાડ અને યુવક હસન જુબેરનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં રજા આપતી વખતે બંને દર્દીઓએ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ અને સ્ટાફે કોરોનાને મ્હાત આપનારા બન્ને દર્દીઓનું તાળી પાડીને અભિવાદન કર્યું હતું.
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના કોવિડ ICUમાં યુવતીની સારવાર ચાલી રહી હતી
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વધુ એક યુવતીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, પારૂલ કેમ્પસમાં કામ કરતી 19 વર્ષની ચેતના જે. માળીને કોરોના વાઈરસ પોઝિટિવ આવતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના કોવિડ આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી. કોરોના મુક્ત થયેલી આ યુવતીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી લેવાયેલા 48 સેમ્પલ નેગેટિવ આવ્યા

વડોદરાના ગ્રામ્ય વિસ્તારના 5 દર્દીઓ અત્યાર સુધી કોરોના મુક્ત થયાં છે. મંગળવારે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કોરોના વિષયક ચકાસણી માટે કુલ 48 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલના રિપોર્ટ ચકાસણી દરમિયાન નેગેટિવ આવ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: